તારી હથેળી એટલે બિંબાતી લાગણી,મારી હથેળી આયનો યાદોની કોરનો.
ખભે આ ઘાવ તગતગ છે અને હું એટલે જાગું,પીડા એની જ રગરગ છે અને હું એટલે જાગું.
થાશે તકાદો એટલે ખાલી કરી જશું,કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે.
આંસુઓનો ભાર લાગ્યો એટલે લખતો રહું છું,શબ્દ તારણહાર લાગ્યો એટલે લખતો રહું છું.
દુનિયામાં એટલે અમે ભૂલા પડ્યા નહીં,તારી ગલી સિવાય બીજે આથડ્યા નહીં.
એટલે આંખોમાં સહેજે ભેજ નહિસાંભરે એવું કશુંયે છે જ નહિ
એટલે એ મારે મન સુંદર હતુંએના ઘરની સામે મારું ઘર હતું.
નથી બાંધી શકાતો એટલે રચના વગરનો છું!પ્રવાહી ભાવ છું, હું તાણ છું, રસના વગરનો છું!
છરી એટલે સંબંધો ને નદી એટલે રેતી હોય;છબી એટલે સદ્ગત પોતે મ કહે છે મંગળદાસ!
માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે,ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે...
તળાવ, વાવ, કૂવા એટલે તો હોમાયાંઅસર નદીના કતલની તરત ન દેખાણી.
એટલે ત્યાં વધારે બેઠાં નહિ,કાંઠે સંભારણાંય બેઠાં’તાં.
પુત્રહીના જેવી દુનિયા એટલે,આજપણ મીઠું ઘરોઘર નીકળ્યું!
વાગતી વખતે નમેલી વાંસળી,એટલે સૌને ગમેલી વાંસળી.
સાવ અધકચરું અનુસરતા રહ્યા,એટલે આદર્શથી દાઝ્યા છીએ.
કંઈક ફરિશ્તાઓ વગોવાઈ જશે,એટલે ભૂતકાળ ખોતરતો નથી.
અક્ષરો રેલાઈ ગ્યા બસ એટલે;આંખની ભીનાશ કાગળમાં હતી.
દીકરીને કેમ કરવું આવજો?દોસ્ત! મૂઠી એટલે વાળી હતી.
જીવવું એટલે જ ઓગળવું,એટલું સત્ય મીણ સમજે છે.
શબ્દના સ્તરો બધાય માંજીએ અમે,એટલે હિમાલયે બિરાજીએ અમે.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.