etle e mare man sundar hatun - Ghazals | RekhtaGujarati

એટલે એ મારે મન સુંદર હતું

etle e mare man sundar hatun

અદી મીરઝાં અદી મીરઝાં
એટલે એ મારે મન સુંદર હતું
અદી મીરઝાં

એટલે મારે મન સુંદર હતું

એના ઘરની સામે મારું ઘર હતું.

અંત વેળાએ યાદ આવ્યું નહીં

નહીં તો તારું નામ તો મોં પર હતું.

મારો થઈને જે રહ્યો મુજથી અલગ,

નામ એનું શું હતું, ઈશ્વર હતું?

દાકતર, તેં નાડ જોઈ શું કીધું?

દર્દ થોડું બા’ર હતું, અંદર હતું.

તારી કુદરતનું, સૌંદર્ય, પ્રભુ!

મારી ગઝલોનું રૂપાંતર હતું.

કોઈને માટે તું જીવી શક્યો,

જીવનારા, તારું શું જીવતર હતું!

આટલું વહેલું ખાલી થાત, “અદી”

ક્યાંક તારા જામમાં ગળતર હતું!

સ્રોત

  • પુસ્તક : સાદગી (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : અદી મિરઝાં
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2000