About RekhtaGujarati's founder | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રેખ્તા ફાઉન્ડેશનનાં સ્થાપક વિશે

સંજીવ સરાફ પૉલિપ્લેક્સ કૉર્પોરેશન લિમિટેડના સંસ્થાપક, અધ્યક્ષ અને મુખ્ય શેરધારક છે. આ કૉર્પોરેશન દુનિયામાં પી.ઈ.ટી. ફિલ્મ બનાવનાર સૌથી મોટી કંપનીઓમાં સામેલ છે.

સંજીવ સરાફે પ્રારંભિક શિક્ષણ સિંધિયા સ્કૂલમાંથી મેળવ્યું હતું અને ત્યારબાદ તેમણે આઈ.આઈ.ટી. ખડગપુરમાંથી 1980માં સ્નાતકની પદવી મેળવી. એ પછી એમણે ઓડિસામાં પરિવારનો વ્યવસાય સંભાળ્યો અને પૉલિપ્લેક્સ કૉર્પોરેશનની શરૂઆત કરી ઉદ્યોગજગતમાં વિશિષ્ટ ઓળખ મેળવી. આ કંપની તેમણે અનુસરણીય મૂલ્યોને આધારે બનાવી, જેની ઉદ્યોગજગતે ખૂબ પ્રશંસા કરી. પૉલિપ્લેક્સ ભારત અને થાઇલૅન્ડની એક નોંધાયેલી કંપની છે.

સંજીવ સરાફે અન્ય વેપારી ક્ષેત્રોમાં પણ ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. એમણે ‘મનુપત્ર’ નામની કાયદાકીય માહિતી ઉપલબ્ધ કરાવનારી વેબસાઇટ પણ બનાવી છે. પર્યાવરણ સાથે અંગત નિસ્બત દાખવીને તેમણે પુનઃપ્રાપ્ય ઊર્જામાં પણ રોકાણ કર્યું છે. જેના ફળસ્વરૂપે પંજાબ, ઉત્તરાખંડ અને સિક્કિમમાં હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. સંજીવ સરાફ અનેક કંપનીઓના બોર્ડમાં સક્રિય સભ્ય પણ છે.

સંજીવ સરાફ ઉદાર અને માનવતાવાદી વ્યક્તિ છે અને તે કંપનીની લોકહિતકારી નીતિ અને પ્રવૃત્તિઓમાં ઊંડો રસ લે છે. આ નીતિ હેઠળ જ એક ચેરિટેબલ સ્કૂલ તેઓ ચલાવે છે, જેમાં 1,200 બાળકો શિક્ષણ મેળવી રહ્યાં છે. સંજીવ સરાફને વાંચનનો ખૂબ શોખ છે. ઉર્દૂ શાયરી સાથે તેમને ઊંડો ભાવનાત્મક લગાવ છે અને તેમણે ઉર્દૂ લિપિ પણ શીખી છે. તેઓ ચિત્રકલા અને સંગીતમાં પણ રસ ધરાવે છે. રેખ્તા ફાઉન્ડેશન સ્થાપીને ઉર્દૂ ભાષા-સાહિત્યની સેવા બદલ તેમને દેશ અને દુનિયામાંથી અનેક સન્માનો એનાયત થયા છે. 2016માં હૈદરાબાદની મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટીએ તેમને ઉર્દૂ ભાષાની સેવા બદલ ડી.લીટની પદવીથી સન્માનિત કર્યા છે. સંજીવ સરાફે ‘ગોલ્ડન વર્સિસ ગોલ્ડન વોઇસ’, ‘નવા-એ-સરોશ’, ‘લવ લોન્ગિંગ લૉસ ઇન ઉર્દૂ પોએટ્રી’ પુસ્તકો લખ્યા છે.