એક ભીના સ્પર્શથી દાઝ્યા છીએ
ek bhina sparsh thi dajhya chhiye

એક ભીના સ્પર્શથી દાઝ્યા છીએ
ek bhina sparsh thi dajhya chhiye
બાબુલાલ ચાવડા 'આતુર'
Babulal Chavda 'Aatur'

એક ભીના સ્પર્શથી દાઝ્યા છીએ,
રોમ રોમે હર્ષથી દાઝ્યા છીએ.
કોણ જાણે કેટલા વર્ષો થયાં!
કેટલાંયે વર્ષથી દાઝ્યા છીએ.
કોડિયામાંથી ગયા બસ વાટમાં,
એટલા ઉત્કર્ષથી દાઝ્યા છીએ.
આ સતત ઘર્ષણ થવાના કારણે,
આપણે સંઘર્ષથી દાઝ્યા છીએ.
સાવ અધકચરું અનુસરતા રહ્યા,
એટલે આદર્શથી દાઝ્યા છીએ.
છત હવે ઝાઝું ટકે એવી નથી,
ને અમે આ ફર્શથી દાઝ્યા છીએ.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ