etle ankhoman saheje bhej nahi - Ghazals | RekhtaGujarati

એટલે આંખોમાં સહેજે ભેજ નહિ

etle ankhoman saheje bhej nahi

હર્ષવી પટેલ હર્ષવી પટેલ
એટલે આંખોમાં સહેજે ભેજ નહિ
હર્ષવી પટેલ

એટલે આંખોમાં સહેજે ભેજ નહિ

સાંભરે એવું કશુંયે છે નહિ

સ્વપ્ન! તારી આંગળી ઝાલી છે મેં

જો, હવે વચ્ચે કદમ અટકે નહિ

આવશે, આવશે, આવી જશે..

થાય, પણ સારો સમય આવે નહિ

એટલે આપણને ફાવી જિંદગી

છે ઘણુંયે, સુખ અને દુઃખ બે નહિ

કામ ઈશ્વર એક પણ કરતો નથી

પણ મને સોંપ્યા વગર ચાલે નહિ

સ્રોત

  • પુસ્તક : તારી ન હો એ વાતો (પૃષ્ઠ ક્રમાંક 04)
  • સર્જક : હર્ષવી પટેલ
  • પ્રકાશક : ઝેન ઓપુસ
  • વર્ષ : 2024