dikriman mein nadi bhali hati - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દીકરીમાં મેં નદી ભાળી હતી

dikriman mein nadi bhali hati

દર્શક આચાર્ય દર્શક આચાર્ય
દીકરીમાં મેં નદી ભાળી હતી
દર્શક આચાર્ય

દીકરીમાં મેં નદી ભાળી હતી,

એટલે તો ઘર તરફ વાળી હતી.

કોણ બોલે દીકરી વિના ઘરે;

એટલે મેં કોયલો પાળી હતી.

દીકરીને કેમ કરવું આવજો?

દોસ્ત! મૂઠી એટલે વાળી હતી.

કેમ ચાલે જીવ વૃક્ષો કાપતાં?

દીકરી જેવી બધી ડાળી હતી.

સાવ કોમળ ફૂલ જેવી દીકરી,

મેં ગઝલમાં એટલે ઢાળી હતી.

સ્રોત

  • પુસ્તક : સાંસોટ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સર્જક : દર્શક આચાર્ય
  • પ્રકાશક : વિશ્વગાથા
  • વર્ષ : 2021