રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોશ્વાસ જેને શરીર સમજે છે.
લોક એને મશીન સમજે છે!
આગિયો તેજપુંજ સૂરજને,
આજ એનો હરીફ સમજે છે!
કોઈ પૂજા કરે છે ધરતીની,
કોઈ કેવળ જમીન સમજે છે!
જીવવું એટલે જ ઓગળવું,
એટલું સત્ય મીણ સમજે છે.
ગૂઢ ભાષા નથી ઉકેલાતી,
માણસો ગાજવીજ સમજે છે!
મૌન રહી એ જુએ છે તાસીરો,
આમ, સઘળું ફકીર સમજે છે.
shwas jene sharir samje chhe
lok ene mashin samje chhe!
agiyo tejpunj surajne,
aj eno hariph samje chhe!
koi puja kare chhe dhartini,
koi kewal jamin samje chhe!
jiwawun etle ja ogalawun,
etalun satya meen samje chhe
gooDh bhasha nathi uklati,
manso gajwij samje chhe!
maun rahi e jue chhe tasiro,
am, saghalun phakir samje chhe
shwas jene sharir samje chhe
lok ene mashin samje chhe!
agiyo tejpunj surajne,
aj eno hariph samje chhe!
koi puja kare chhe dhartini,
koi kewal jamin samje chhe!
jiwawun etle ja ogalawun,
etalun satya meen samje chhe
gooDh bhasha nathi uklati,
manso gajwij samje chhe!
maun rahi e jue chhe tasiro,
am, saghalun phakir samje chhe
સ્રોત
- પુસ્તક : એકાકાર (પૃષ્ઠ ક્રમાંક 61)
- સર્જક : નીતિન વડગામા
- પ્રકાશક : Zen Opus
- વર્ષ : 2024