ઘરનાં તો જોકે વાસી દીધેલાં કમાડ છે
Ghar Na To Joke Vasi Didhela Kamad Chhe
બરકત વીરાણી 'બેફામ'
Barkat Virani 'Befam'
ઘરનાં તો જોકે વાસી દીધેલાં કમાડ છે
Ghar Na To Joke Vasi Didhela Kamad Chhe
બરકત વીરાણી 'બેફામ'
Barkat Virani 'Befam'
બરકત વીરાણી 'બેફામ'
Barkat Virani 'Befam'
ઘરનાં તો જોકે વાસી દીધેલાં કમાડ છે,
જોવી જ હો દશા તો ભીંતોમાં તિરાડ છે.
અશ્રુ પછીનાં સ્મિતનું આ દૃશ્ય તો જુઓ,
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.
બળતી બપોરે રણમાં બીજું તો શું સાંભરે?
આવે છે યાદ એ જે બગીચામાં ઝાડ છે.
લેવો જ પડશે મારે બુલંદીનો રાહ પણ,
કારણ કે આંખ સામે દુઃખોનો પહાડ છે.
આ સુખનાં સોણલાં એ ફકત સોણલાં નથી,
મારા ભવિષ્યમાંથી કરેલો ઉપાડ છે.
મરનારનાંય જૂથ જુદાં હોય છે અહીં,
'બેફામ' એટલે તો કબર ફરતી વાડ છે.
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑગસ્ટ, ૧૯૭૭ (પૃષ્ઠ ક્રમાંક 19)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
