મસ્તાન કાઢી મરી, વિના દીલબર તમામ રાત,રગડ્યાં કર્યું ગરદન ઉપર ખંજર તમામ રાત.
આ ઊતરતી સાંજ સાથે તમે રાત જેવું ઢળજોન મળ્યા ઉઘાડી આંખે હવે બંધ આંખે મળજો.
ફંગોળતી ફરે છે ગવન! રાત તો જુઓ!ધમરોળતી રહે છે ગગન! રાત તો જુઓ!
જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ,ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ!
તમે ઊગતા ચાંદે ચમક્યા,અમે ઊઘડતી માણી રાત!
આમે ય વીતવવાની છે રાત સરોવરમાં,તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઈયેં!
ઘૂંઘટ રાખે રાત ને દિવસ;કેવી હશે એ લજ્જાવરણી!
છલકે નેવાં રાત પડે ને
છે ઇન્તેઝાર એમાં દિવસ શું ને રાત શું?છે રાત પણ, દિવસ પણ અને ઇન્તેઝાર પણ!
જે રાત નીચે દબાયા હતા, બસ એ જ બચ્યાથયા હલાલ, હતા જે સવાર, રાત ઉપર
ન રાત રાત હતી એ સમયની વાત કહુંદીવો ન બાત હતી એ સમયની વાત કહું
આ ઉતારા પર હજી તો ઘોર કાળી રાત છે,રાત પાસે તુંય ક્યાં અંતઃકરણ લઈ જાય છે!
મેલાં, ઘેલાં, નાગાંપૂગાંરાત-અધરાતે જડતાં મડદાં,
ગમે ત્યારે ઉજાગર થઈ શકે અંધાર વર્ષોનો,ઉઘાડાં બારણાં ઘરના દિવસ ને રાત રાખું છું.
ટૂંકી ટચરક વાત, કબીરા,લાંબી પડશે રાત, કબીરા.
ગુફ્તગુમાં રાત ઓગળતી રહી,ને શમાઓ સ્પર્શની બળતી રહી.
સૂતેલાંનાં સ્વપ્ન અલગ નેજાગે તેની રાત અલગ છે!
એક સુરજને ભૂલવા માટેરાત પ્યાલીમાં ઓગળી ગઈ છે
કોઈ તો એવી રાત હો જ્યારે મરજી મુજબ જાગી લઉંકોઈ તો એવો દિવસ હો કે લાગે દિવસ સારો છે.
બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.