raat chali gai - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રાત ચાલી ગઈ

raat chali gai

અમીન આઝાદ અમીન આઝાદ
રાત ચાલી ગઈ
અમીન આઝાદ

જશે, ચાલી જશે, ગઈ, વિચારે રાત ચાલી ગઈ,

ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ!

તમે જ્યાં આંખ મીંચી કે બધે અંધકાર ફેલાયો;

તમે જોયું અને એક ઇશારે રાત ચાલી ગઈ.

હજી તારાની સાથે જ્યોત્સ્નાની વાત કરતો'તો,

હજી સાંજે તો આવી'તી, સવારે રાત ચાલી ગઈ.

જુઓ રંગભેદથી બે નારીઓ ના રહી શકી સાથે,

ઉષા આવી તો શરમાઈ સવારે રાત ચાલી ગઈ.

તમારા સમ 'અમીન' ઊંઘી શક્યો ના રાતભર આજે,

પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4