Famous Gujarati Ghazals on Ghazal | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગઝલ પર ગઝલો

આજે ગુજરાતી કવિતાસાહિત્યમાં

'ગઝલ' એ સહુથી લોકપ્રિય અને લોકભોગ્ય એવો સાહિત્યપ્રકાર છે. મૂળે ફારસી, ઉર્દૂમાં થઈને ગુજરાતી ભાષામાં આવેલ ગઝલ સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. બાલાશંકર, કલાપી જેવા કવિઓએ ગઝલને ગુજરાતીમાં ઉતારી, તો શયદાએ ગઝલને ગુજરાતી બનાવી, મરીઝે એમાં સાદગી ઉમેરી, ઘાયલ-શૂન્યએ એમાં શુદ્ધ ગુજરાતી ભાષા અને તળપદ લહેકો ઉમેર્યાં. આધુનિક યુગના ગઝલકારોએ અનેક પ્રયોગો દ્વારા આ સ્વરૂપની શક્યતાઓ તાગવાની મથામણ કરી, તો અનુઆધુનિક યુગના ગઝલકારોની ગઝલમાં સાંપ્રત સમય અને બોલચાલની ભાષા જોવા મળી. અર્વાચીનકાળથી શરૂ થયેલી ગુજરાતી ગઝલની યાત્રા આજ સુધી અનેક મુકામેથી પસાર થઈ છે અને દરેક યુગમાં તેના સ્વરૂપ, ભાષા, વિષયમાં અને અભિવ્યક્તિમાં પરિવર્તન આવ્યું છે. આજે ગઝલ એ ગુજરાતી કવિતામાં સૌથી વધુ ખેડાતો કાવ્યપ્રકાર છે જે તેની લોકપ્રિયતા સૂચવે છે.

.....વધુ વાંચો