parwardigar pan - Ghazals | RekhtaGujarati

પરવરદિગાર પણ

parwardigar pan

નઝીર ભાતરી નઝીર ભાતરી
પરવરદિગાર પણ
નઝીર ભાતરી

હદમાં રહી હું જાઉં છું હદની બહાર પણ,

છું હું નશામાં ચૂર અને બેકરાર પણ.

હું કાંઈ પણ હોઉં તો કંઈયે નહીં રહું,

તું કાંઈ પણ નથી અને પરવરદિગાર પણ!

છે ઇન્તેઝાર એમાં દિવસ શું ને રાત શું?

છે રાત પણ, દિવસ પણ અને ઇન્તેઝાર પણ!

સુખના સમયમાં આંખથી આંસુ ખરી પડ્યાં?

પોષાઈ પાનખર ને નભી ગઈ બહાર પણ!

તારા હરીફ ક્યાંથી ભલા કોઈ થઈ શકે?

તું યાદ આવનાર ને ભૂલી જનાર પણ.

જ્યાં-ત્યાં પ્રકાશ એનો નહિતર વેડફે,

સૂરજના માર્ગમાં શું હશે અંધકાર પણ?

જીવનમાં સુખ સિવાય બીજું કાંઈ ના મળે,

દુઃખ દઈ ગયો મને તો ‘નઝીર’! વિચાર પણ.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 127)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
  • વર્ષ : 1961