સમંદર પી જવાની હરક્ષણે તાકાત રાખું છું
samandar pii javaanii harkshane takaat raakhun chhun
ત્રિલોક મહેતા
Trilok Mehta
સમંદર પી જવાની હરક્ષણે તાકાત રાખું છું
samandar pii javaanii harkshane takaat raakhun chhun
ત્રિલોક મહેતા
Trilok Mehta
ત્રિલોક મહેતા
Trilok Mehta
સમંદર પી જવાની હરક્ષણે તાકાત રાખું છું,
મને પડકાર ના હું સજ્જ મારી જાત રાખું છું.
સહજ રીતે ઘટે છે સર્વ ઘટના ભીતરે મારી,
સતત જોયાં કરું હું ને મને બાકાત રાખું છું.
ગમે ત્યારે ઉજાગર થઈ શકે અંધાર વર્ષોનો,
ઉઘાડાં બારણાં ઘરના દિવસ ને રાત રાખું છું.
મળે છે ક્યાં કદી પણ અંત કે આદિ હયાતીનો,
જરૂરત જોઈને હું વ્યાપની ઔકાત રાખું છું.
ગઝલના ધોધરૂપે અવતરણ તારું અપેક્ષુ છું,
જટામાં હું નહીંતર લાખ ઝંઝાવાત રાખું છું.
સ્રોત
- પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 258)
- સર્જક : ડૉ. એેસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2024
- આવૃત્તિ : પુનર્મુદ્રણ
