tame suurajnun kiran paathvyun - Ghazals | RekhtaGujarati

તમે સૂરજનું કિરણ પાઠવ્યું...

tame suurajnun kiran paathvyun

ચંદ્રકાન્ત શેઠ ચંદ્રકાન્ત શેઠ
તમે સૂરજનું કિરણ પાઠવ્યું...
ચંદ્રકાન્ત શેઠ

તમે સૂરજનું કિરણ પાઠવ્યું,

અમે પલાણ્યા ઘોડા સાત!

તમે તેજ લઈ એવું આવ્યા,

અમે રંગની રચી બિછાત.

તમે ઊગતા ચાંદે ચમક્યા,

અમે ઊઘડતી માણી રાત!

તમે ચૂંદડી કોરી દીધી,

અમે કસુંબલ કીધી ભાત.

તમે ચમકતા ચહેરે જોયું,

અમે છલકતી જોઈ જાત,

તમે આવીને દીપ પેટવ્યો,

અમે ઉકેલી ઉરની વાત.

સ્રોત

  • પુસ્તક : પૂર્ણ દર્શિત (પૃષ્ઠ ક્રમાંક 187)
  • સર્જક : ચંદ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2025