roj uuthun ne male gamto divas - Ghazals | RekhtaGujarati

રોજ ઊઠું ને મળે ગમતો દિવસ

roj uuthun ne male gamto divas

કિરણસિંહ ચૌહાણ કિરણસિંહ ચૌહાણ
રોજ ઊઠું ને મળે ગમતો દિવસ
કિરણસિંહ ચૌહાણ

રોજ ઊઠું ને મળે ગમતો દિવસ,

મનભરીને જીવી લઉં આખો દિવસ.

તું હિસાબો માંડે તો મોંઘો દિવસ,

બાકી તો અત્યંત મોજીલો દિવસ.

જે દિવસથી હું મળ્યો છું આપને,

દિવસથી થઈ ગયો ટૂંકો દિવસ.

આમ એની બેઉ બાજુ રાત છે,

એટલે લાગે છે રૂપાળો દિવસ.

આજ આવ્યા બે દિવસ માટે તમે,

આજથી લાગ્યા કરે બીજો દિવસ.

સ્રોત

  • પુસ્તક : કવિતા : જાન્યુઆરી ફેબ્રુઆરી, ૨૦૨૬
  • સંપાદક : રમેશ પુરોહિત
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ