રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદિવસ-રાત પર ગઝલો
દિવસ એ સમયનો એક એકમ
છે. પૃથ્વી જ્યારે પોતાના અક્ષ કે ધરી પર પૂરેપુરું એક ચક્કર પૂર્ણ કરે તે સમયને એક દિવસ કહેવામાં આવે છે. પૃથ્વી પોતાના અક્ષ પર ૨૪ કલાક જેટલા સમયમાં એક ચક્કર પૂર્ણ કરે છે, અર્થાત એક દિવસના ચોવીસ કલાક હોય છે. આમ એક દિવસ કહીએ ત્યારે ૨૪ કલાકમાં રાતનો પણ સમાવેશ થઈ જાય છે. વધુ સ્પષ્ટપણે કહીએ તો ૧૨ કલાકનો દિવસ અને ૧૨ કલાકની રાત. બોલચાલની ભાષામાં ‘દિવસ’ શબ્દ સમયના વિકલ્પે વપરાય છે, જેમકે કોઈનું નસીબ પલટાય અને સારો સમય શરૂ થાય તેના માટે ‘સારા દિવસ આવ્યા’ કહેવાય કે પછી વિરુદ્ધ અર્થમાં ‘ખરાબ દિવસ આવ્યા.’ ભાગ્ય પલટાતા ‘દિવસ ફરી ગયા’ વાક્યપ્રયોગ છે. સાતત્યપૂર્ણ મહેનત માટે ‘દિવસ–રાત એક કરી નાખ્યાં’ વાક્યપ્રયોગ છે. સમય આપણા જીવનનું અવિભાજ્ય અંગ છે અને દિવસ–રાત એ સમયના રોજિંદા એકમના નામ છે માટે બોલચાલ અને સાહિત્યમાં ક્યારેક વ્યાવહારિક સંદર્ભમાં તો ક્યારેક વિશિષ્ઠ સંદર્ભમાં આવતા રહે છે.