રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
નેવાં
newan
મનોજ ખંડેરિયા
Manoj Khanderia
ટપકે નેવાં
આજે તો અવકાશે
છલકે નેવાં
રાત પડે ને
સામ ઘેર જવાને
સરકે નેવાં
કોણ આવતું
આજ આંખની જેવાં
ફરકે નેવાં
અષાઢ-રાતે
કણું બનીને આંખે
ખટકે નેવાં
પાંખ—પાંખમાં
મૌન ધ્રૂજતું ભીનું
ધબકે નેવાં
સ્રોત
- પુસ્તક : વરસોનાં વરસ લાગે (પૃષ્ઠ ક્રમાંક 30)
- સર્જક : મનોજ ખંડેરિયા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2011
- આવૃત્તિ : પુનર્મુદ્રણ