Famous Gujarati Ghazals on Ashadh | RekhtaGujarati

અષાઢ પર ગઝલો

ઋતુચક્ર અનુસાર ઉનાળો

પૂરો એટલે ચોમાસું શરૂ થાય એ સંધિકાળનો માસ – જેઠ પછીનો અને શ્રાવણ અગાઉનો માસ. સાહિત્યિક પ્રસ્તુતિમાં ઉનાળો વિરહ કે અન્ય અભાવ અને ચોમાસું મિલન કે મેળાપના અન્ય અવસર તરીકે રજૂ થતાં હોય છે અને અષાઢના ઉલ્લેખથી એ પ્રમાણે મનઃસ્થિતિ કે પરિસ્થિતિના નિદર્શન રજૂ થઈ શકે. જેમકે : લોકગીતમાં (ચોમાસાનો ચારણી છંદ) અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્, જલધારમ્ દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્ તડિતા તારમ્, વિસ્તારમ્ ના લહી સંભારમ્, પ્યારો અપારમ્ નંદકુમારમ્, નિરખ્યારી કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી.

.....વધુ વાંચો