tunki tachrak wat, kabira - Ghazals | RekhtaGujarati

ટૂંકી ટચરક વાત, કબીરા

tunki tachrak wat, kabira

ચંદ્રેશ મકવાણા ચંદ્રેશ મકવાણા
ટૂંકી ટચરક વાત, કબીરા
ચંદ્રેશ મકવાણા

ટૂંકી ટચરક વાત, કબીરા,

લાંબી પડશે રાત, કબીરા.

અવસર કેવળ એક દિ’નો,

વચ્ચે મહિના સાત, કબીરા.

ખુલ્લમખુલ્લી પીઠ મળી છે,

મારે તેની લાત, કબીરા.

કાપડ છો ને કાણી પૈનું,

પાડો મોંઘી ભાત, કબીરા.

જીવ હજીએ ઝભ્ભામાં છે,

ફાટી ગઈ છે જાત, કબીરા.

સ્રોત

  • પુસ્તક : માસૂમ હવાના મિસરા (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006