kahi de motne ke aawi jay jat upar - Ghazals | RekhtaGujarati

કહી દે મોતને કે આવી જાય જાત ઉપર

kahi de motne ke aawi jay jat upar

ભાવેશ ભટ્ટ ભાવેશ ભટ્ટ
કહી દે મોતને કે આવી જાય જાત ઉપર
ભાવેશ ભટ્ટ

કહી દે મોતને કે આવી જાય જાત ઉપર

હું રાહ જોઉં છું મોકા-એ-વારદાત ઉપર

મને ક્યાં રંજ છે માથા ઉપર પડ્યાનો કૈં

હું શોક પાળું છું વીજળીના આપઘાત ઉપર

કદી પૂછે જો કોઈ મારી ‘આખરી ખ્વાહિશ’

કહું કે ‘કરવો છે પેશાબ હયાત ઉપર!’

ઘણીયે ઘાત ગણિકાની જેમ ઘૂરે મને

છે આફરીન બધી મારી રીતભાત ઉપર

જે રાત નીચે દબાયા હતા, બસ બચ્યા

થયા હલાલ, હતા જે સવાર, રાત ઉપર

ઝઘડતી જોઈ વ્યથાને અમે ખુશી જોડે

પતિતા જેમ કોઈ વિફરે રખાત ઉપર

ગઝલના શેર નપુંસક થઈ રહ્યા સાબિત

બહુ ભરોસો હતો એમની જમાત ઉપર

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.