લોકસાહિત્ય| Gujarati

લોકસાહિત્ય

લોકસાહિત્ય એટલે લોકો દ્વારા, લોકો માટે, લોકબોલીમાં રચાયેલું સાહિત્ય. લોકસાહિત્ય કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિસમૂહ દ્વારા રચાયેલું હોઈ શકે છે. પ્રાચીન કાળથી તેનો પ્રસાર કંઠોપ કંઠ અને કર્ણોપકર્ણ થતો આવ્યો છે. લોકસાહિત્ય કોઈ એક સમાજ, વર્ગ, પ્રદેશની કે પ્રજાની સંસ્કૃતિનો દસ્તાવેજ છે. જે તે પ્રજાની રહેણીકરણી, રૂઢિરિવાજો, સંસ્કારો, માન્યતાઓ વગરેનું પ્રતિબિંબ તેમાં જોવા મળે છે. તેમાં માનવમનના બધા જ ભાવો, વ્યક્તિગત-પારિવારિક-સામાજિક જીવનની સારી-નરસી બધી જ ઘટનાઓ અને સંસાર-વ્યવહારની તમામ બાબતોનું નિરૂપણ થયેલું હોય છે. સાહિત્ય રચવાની કોઈ પણ સભાનતા વિના રચાયેલું હોવાથી એમાં માનવમનનો સીધો જ પડઘો પડેલો જોવા મળે છે. ગીત, કથા, કહેવતો, હાલરડાં, ઉખાણાં વગેરે સ્વરૂપે રચાયેલું ગુજરાતી લોકસાહિત્ય આપ અહીં માણી શકો છો.