aai re! mara sasrani poth - Lokgeeto | RekhtaGujarati

આઈ રે! મારા સસરાની પોઠ

aai re! mara sasrani poth

આઈ રે! મારા સસરાની પોઠ

આઈ રે! મારા સસરાની પોઠ,

જવું રે! સાસુડી ઘેર પૂછવા. વણજારા હોજી.

સાસુ રે! મારાં જાળ સજાણ,

તમે રે! આયાંને નાયક ચ્યાં મેલ્યા. વણજારા હોજી.

આઈ રે! વહુવર ઘવાંની ગુણ,

ગુણો ફાટીને ઘઉં રણ ચઢ્યા. વણજારા હોજી.

આઈ રે! મારા જેઠની પોઠ,

જવું રે! જેઠાણી ઘેર પૂછવા. વણજારા હોજી.

જેઠાણી રે મારાં જાણ સજાણ,

તમે રે! આયાંને નાયક ચ્યાં મેલ્યા. વણજારા હોજી.

આઈ રે! વહુવર અડદાંની ગુણ,

ગુણો ફાટીને અડદા રણ ચઢ્યા. વણજારા હોજી.

આઈ રે! મારા દિયેરની પોઠ,

જવું રે! દેરાણી ઘેર પૂછવા. વણજારા હોજી.

દેરાણી રે! મારાં જાણ સજાણ,

તમે રે! આયાંને નાયક ચ્યાં મેલ્યા. વણજારા હોજી.

આઈ રે! ભોજાઈ ચોખાની ગુણ,

ગુણો ફાટીને ચોખા રણ ચઢ્યા. વણજારા હોજી.

આઈ રે! મારા ભાણેજની પોઠ,

જવું રે! ભાણેજ ઘેર પૂછવા. વણજારા હોજી.

ભાણેજ રે! મારા જાણ સજાણ,

તમે રે! આયાને નાયક ચ્યાં મેલ્યા. વણજારા હોજી.

વાઈ રે! મામી જાંબુડી જાર,

કૈડ્યો રે! મામી કાળુડો નાગ,

સોડ્યો તાણીને મામો સૂઈ રયા. વણજારા હોજી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 152)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, માધવ મો. ચૌધરી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957