aaj mara piyuni kachi waDi paki - Lokgeeto | RekhtaGujarati

આજ મારા પિયુની કાચી વાડી પાકી

aaj mara piyuni kachi waDi paki

આજ મારા પિયુની કાચી વાડી પાકી

આજ મારા પિયુની કાચી વાડી પાકી,

સુણો નારીનાં વચન પર વારી જાઉં.

જેના ઘરમાં ધોળી નાર, એનાં ઝાઝાં માન રાજ;

રાખો ઘર વચ્ચે, દીવાનાં શીયાં કામ, રાજ?

આજ મારા પિયુની કાચી વાડી પાકી,

સુણો નારીનાં વચન પર વારી જાઉં.

જેના ઘરમાં કાળી નાર, એનાં ઝાઝાં માન રાજ;

ફળિયામાં ભેંસુ બાંધવાનાં શીયાં કામ, રાજ?

આજ મારા પિયુની કાચી વાડી પાકી,

સુણો નારીનાં વચન પર વારી જાઉં.

જેના ઘરમાં લાંબી નાર, એનાં ઝાઝાં માન રાજ,

રાખો ઘર વચ્ચે, થાંભલાનાં સીયાં કામ રાજ?

આજ મારા પિયુની કાચી વાડી પાકી,

સુણો નારીનાં વચન પર વારી જાઉં.

જેના ઘરમાં ટુંકી નાર, એનાં ઝાઝાં માન રાજ,

રાખો ઓશીકે, તકિયાનાં શીયાં કામ રાજ?

આજ મારા પિયુની કાચી વાડી પાકી,

સુણો નારીનાં વચન પર વારી જાઉં,

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 170)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966