aaso mase sharadpunamni raat jo - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આસો માસે શરદપૂનમની રાત જો

aaso mase sharadpunamni raat jo

આસો માસે શરદપૂનમની રાત જો

આસો માસે શરદપૂનમની રાત જો,

ચાંદલિયો ઊગ્યો રે સખિ, મારા ચોકમાં.

સસરો મારો ઓલ્યા જલમનો બાપ જો,

સાસુ રે ઓલ્યા જલમની માવડી.

જેઠ મારો અષાઢીલો મેઘ જો,

જેઠાણી ઝબૂકે વાદળ-વીજળી.

દેર મારો ચાંપલિયાનો છોડ જો,

દેરાણી ચાંપલિયા કેરી પાંદડી.

નણંદ મારી વાડી માંયલી વેલ્ય જો,

નણદોઈ મારો વાડી માંયલો વાંદરો.

પરણ્યો મારી સગી નણંદનો વીર જો,

તાણી બાંધે રે નવરંગ પાઘડી.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 267)
  • સંપાદક : હીરા રામનારાયણ પાઠક અને અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981