aajno da’Do tari matane bolaw - Lokgeeto | RekhtaGujarati

આજનો દા’ડો તારી માતાને બોલાવ

aajno da’Do tari matane bolaw

આજનો દા’ડો તારી માતાને બોલાવ

આજનો દા’ડો તારી માતાને બોલાવ, મારી બેની બાઈ રે!

કાલે તમે સાસરે જઈશ, મારી બેની બાઈ રે!

આજનો દા’ડો તારા બાપાને બોલાવ, મારી બેની બાઈ રે!

કાલે તમે પરણી જશો, મારી બેની બાઈ રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963