aa khadino sapho bharte bharyo - Lokgeeto | RekhtaGujarati

આ ખાદીનો સાફો ભરતે ભર્યો

aa khadino sapho bharte bharyo

આ ખાદીનો સાફો ભરતે ભર્યો

ખાદીનો સાફો ભરતે ભર્યો.

આવેલો ઊભલાને દેશ રે, સાફો ક્યાંથી વાપર્યો?

ઓઢી પહેરી જોરુભાઈ નીસર્યા

જોઈ રહ્યા, આકરુ ગામના શેઠ રે

ખાદીનો સાફો ભરતે ભર્યો.

ખાદીની સાડી ભરતે ભરી.

ઓઢી પહેરી હેમલતા વહુ નીસર્યાં રે.

જોઈ રહ્યા, આકરુ ગામના શેઠ રે

ખાદીની સાડી ભરતે ભરી.

ઈમના દાદા દિલ્હીના દીવાન છે

રાજકોટના રજવાડા, સૂરજના સરદાર,

મુંબઈના મલબારા, ગાંધીજીએ ભેટ મોકલી.

રસપ્રદ તથ્યો

(આ લગ્નગીત ફૂલેકામાં ગવાય છે.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 130)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959