aamba mawDane Dale - Lokgeeto | RekhtaGujarati

આંબા મવડાને ડાળે

aamba mawDane Dale

આંબા મવડાને ડાળે

આંબા મવડાને ડાળે કોવેલરાણી બોલે,

એવી મારી હીરકીબેન હાહરિયાંમાં ઝૂરે,

એવો મારો વાલસીંગ વીરો ઘોડીલા હણગારે,

ઘોડીલા હણગારે વીરો બુનને આણે જાહે રે

ઊઠો બેનાં ઊઠો બેનાં ઝાંપલિયા ઉગાડો રે,

આવો વીરા આવો વીરા ઢોલીડા ઢળાવું રે,

સાલો બેનાં સાલો બેનાં ઘોડીલા હણગારું રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 135)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957