Famous Gujarati Lokgeeto on Panchamahalna Lokgeet | RekhtaGujarati

પંચમહાલનાં લોકગીત પર લોકગીતો

ગુર્જરીનું ગીત પંચમહાલના

ભીલ-રાવળો એકતારા અને મંજીરાના તાલ સાથે સુંદર રીતે ગાય છે. આ લોકગીત ભીલ પ્રદેશમાં પ્રખ્યાત છે. લગભગ દરેક ભીલ-રાવળને આ લોકગીત કંઠસ્થ છે. આ લોકગીત શ્રીકૃષ્ણ ભગવાન અને ગુર્જરી વચ્ચે દાણની લીલા આલેખે છે અને દહીં વેચીને પાછા આવતાં ઘણો સમય થવાથી તેના સસરા, સાસુ અને પતિ તરફથી સવાલો પુછવામાં આવે છે અને તેના ઉત્તર ગુર્જરી આપે છે. એક દિવસ પાછલી રાતના વહેલી ઊઠી ગુર્જરી મહી વલોવે છે અને તે વલોવવામાં એટલી બધી મશગૂલ થઈ જાય છે, જેથી માથા પરથી ચૂંદડી નીચે પડી જાય છે. તે વખતે તેના સસરા ત્યાંથી પસાર થતાં તેમને જોઈ ગુર્જરી ખૂબ શરમાઈ જાય છે. તેને એટલો આઘાત લાગે છે કે મારું શરીર મારા સસરા જોઈ ગયા! તે શરમાઈ જાય છે. શરમના શેઢા પડે છે ને તે એકદમ દહીં ભરેલા ગોળાને પીઠ મારી તેમાં કૂદી પડે છે. ને તેથી દહીંછાશનો એટલો બધો મોટો રેલો થાય છે કે તે રોકવા સારુ બધા ગુર્જરો ભેગા થાય છે અને પાળો બાંધે છે; તે પાળો તોડીને વહી જાય છે. તે આગળ જતાં ગુજરાતમાં પસાર થઈ અરબી સમુદ્રને મળે છે, જેનું નામ છે મહીસાગર.

.....વધુ વાંચો