aaj mare walonan war chhe re lol - Lokgeeto | RekhtaGujarati

આજ મારે વલોણાં વાર છે રે લોલ

aaj mare walonan war chhe re lol

આજ મારે વલોણાં વાર છે રે લોલ

આજ મારે વલોણાં વાર છે રે લોલ,

સાત સમંદરની ગોળી રે કીધી;

મેરુનો કીધો રવાયો રે લોલ. આજ.

નવ કુળ નાગનાં નેતરાં રે કીધાં,

ગંગા જમનાનું વલોણું રે લોલ. આજ

માતા જશોદા તમ્મારા કાન ને,

મહીડાં વલોવવાને મેલો રે લોલ. આજ.

અમારો કાન છે બાળો ને ભોળો;

મહીડાંની વાત શું જાણે રે લોલ. આજ.

મહીડાંની વાત મારો વાલોજી જાણે;

માખણ ઉતારીને આલે રે લોલ. આજ.

એક કોર કાળો કાનજી ઘુમાવે;

એક કોર રાધા ગોરી રે લોલ. આજ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 186)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966