સૌથી વધુ સંબંધિત પરિણામ
મહોલ્લામાતાની જય!
‘ને આ તારી જોડે કોણ છે?’ દાદાએ પૂછ્યું.
‘એ તો આપણી સોસાયટીના ધોબી નહીં, અહમદમિયાં? તેમનો એક છોકરો રહીમ છે.’ રહીમ આગળ આવી દાદાને પ્રસાદ આપવા જતો હતો ત્યાં નીતિને કહેલું સાંભળ્યું કે તે તો ચમક્યા. ‘શું તે તમે મુસલમાન પાસે પ્રસાદ વહેંચાવડાવો છો? એના હાથનો પ્રસાદ હું નહીં ખાઉં.’
- શ્રદ્ધા ત્રિવેદી
- બાળવાર્તા
પ્રસાદ સંબંધિત પુસ્તકો
પ્રસાદ સાથે સંબંધિત પરિણામ
અન્ય પરિણામો
મંદિરની પછીતે
ગાય-ભેંશ દોવરાવી, ડોલચું ને બોઘેણું ટોકરમાં ગોઠવી ઉપાડવામાં મંછાને મદદ કરી. નાહ્યો. મંદિર ગયો. પૂજારીએ આવકાર આપ્યો. દલાને ઊભાં ઊભાં ભગવાનને કાલાવાલા કરતાં ન ફાવ્યા. તે સાષ્ટાંગ દંડવત્ કરવા પાટલાની જેમ નીચે પડ્યો. હળવો થયો. પંદર દાડા ખેંચી કાઢું તો ખરો - કહેતાં ઊઠ્યો. પૂજારીએ આપેલા પ્રસાદમાંથી એક કાંકરી મોંમાં મૂકી. શ્વાસે શ્વાસે એનો સ્વાદ અનુભવ્યો. ઘેર આવી ભગલાને બોલાવીને એને પ્રસાદ આપ્યો, વધ્યો એ મંછાની હથેળીમાં મૂક્યો.
‘તો છેવટ તમે પરમુખ થયા ખરા!' મંછા મલકાઈ.
- રઘુવીર ચૌધરી
- નવલિકા
