sipai chhora ne wasti jhajhi! - Lokgeeto | RekhtaGujarati

સિપાઈ છોરા ને વસતી ઝાઝી!

sipai chhora ne wasti jhajhi!

સિપાઈ છોરા ને વસતી ઝાઝી!

હે જુમસા! માલીના જુમસા!

માલી ચાલીના જુમસા! ચાલી બલાના જુમસા!

નામે અલાના જુમસા! નામ નબીના જુમસા!

અથર મદીના (દારૂ) જુમસા! જોર બંગાલા જુમસા!

બંગા તો લીયા જુમસા! ઘાલ સલામા જુમસા!

જુમના જાણે જુમસા! માથુ તાળે જુમસા!

અલા જાણે જુમસા! અલાનું પાસું જુમસા!

સલામત જાસું જુમસા! સલમા રામા જુમસા!

આખર જા મા જુમસા! બંદરની ભારે રે જુમસા!

અલા દેખા રે જુમસા! અલાની માયા જુમસા!

રસુલની છાયા જુમસા!

રસુલ વરસે જુમસા! સચ કલામે જુમસા

સાચો ધણી જુમસા! રામો પીર જુમસા

રામા પીરને જુમસા! ફૂલનો સેરો જમસા

સવાઈ પીર જુમસા! તારી મદત જુમસા

પવન દેવ જુમસા! કરજે મદત જુમસા!

મદત તારી રે જુમસા! પોચીયે વે’લા જુમસા!

પોરબંદરની પોથી રે જુમસા! લવીંનો ગાધીયો રે જુમસા!

માધુપુરનું મરચું રે જુમસા! માંગરોલના રીંગણાં રે જુમસા!

આદરી દારી રે જુમસા! વેરાર વારી રે જુમસા!

તસે સારી રે જુમસા! દીવની દારી રે જુમસા!

એકે નારીને જુમસા! સો સો દામ જુમસા!

સફરી વહાણાનો કૂવો રે જુમસા! માલીસ રે જુમસા!

સુતારનનો રે જુમસા! માતી મૂવો રે જુમસા!

ગઈ તો બલા રે, જુમસા! મરઘા તોલે રે જુમસા!

કાભાની કાથી રે જુમસા!

હિંદુસ્તાનનો ઝંદો રે જુમસા! ઝંદાના જોરે રે જુમસા!

મરઘ થયા રે જુમસા!

હુકમી ઝાઝા જુમસા! હુકમી હયા જુમસા!

રૂપાનાં નાણાં રે જુમસા! નર નીમારા જુમસા!

નીમાર વરસે રે જુમસા! આગિયો તારસે જુમસા!

આગે લાની રે જુમસા! માથું તારે રે જુમસા!

મલક દોરો રે જુમસા! ઘેરે જાહાં રે જુમસા!

પરીઓ આદો રે જુમસા! પાંગત પોલી રે જુમસા!

વસતી થોરી રે જુમસા! સિપાઈ ઝાઝી રે જુમસા!

હેમના હોઢે રે જુમસા! ઘણું થયે રે જુમસા!

ગરેસ પ્રસાદ જુમસા! ના બારસ રે જુમસા!

પતા લાગો રે જુમસા! સલામત ભાગો રે જુમસા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 267)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિન શાહ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966