અજવાળાં-અંધારા વચ્ચેશું જોયું ચમકારા વચ્ચે?
પાણી વચ્ચે નાનું અમથું રણ હશેઆંસુનું આ કેવું બંધારણ હશે?
તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી.
કોઈ માને કે ન માને કૈંક હરદમ આપણી વચ્ચે હતું, છે ને રહેશે,શ્વાસની સાથે જ અટકે એવું માતમ આપણી વચ્ચે હતું, છે ને રહેશે.
એક આવી સ્ટેજ વચ્ચે મીણબત્તી ગોઠવે છે.એક(ધીમેથી) ‘અહીં એકાન્ત જાણે ઘૂઘવે છે!
નથી પ્હેલા નથી છેલ્લા અમે વચ્ચે,નથી વૃક્ષો નથી વેલા અમે વચ્ચે.
મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું,આ તમારા પુણ્યને પડકારવાનું મન થયું.
કલ્પના વચ્ચે ન જાણે શું હશે?અર્થ વચ્ચે તો અગોચર નીકળ્યું!
અજાણી આ સફર વચ્ચે અરીસાના નગર વચ્ચે ન ગમતી સૌ નજર વચ્ચે અને આઠે પ્રહર વચ્ચેમળીને જાતને સામે જરા અમથુ હસી લઈને ખુદીને છેતરી જાવું... તને મોડેથી સમજાશે
બે કાંટા વચ્ચે ઘડિયાળોક્ષણને બેઠી બેઠી ચાવે
એક ડૂમો ઊભો હતો વચ્ચે,છેડતાં રાગ વાર લાગી છે...
ઝબકીને ઝીણું ઝીણું નક્કર તમસની વચ્ચે,પાડે છે આગિયાઓ અઢળક પ્રભાવ જોકે.
વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો,આશ્ચર્ય વચ્ચે એમના આંગણ જઈ ચડ્યો!
આત્મહત્યાનો જ નિર્ણય, આખરે લીધો હશેઆગ વચ્ચે, ખુદ સળગતા, કાકડા બેસી રહ્યા
હવામાં ઓગળી જઈને ઉદાસી નોતરી લીધી,દીવાલો વચ્ચે ભીંસાઈ, હવે મૂંગું રટન મારું.
વૈભવી આ ફ્લેટ વચ્ચે ગાદલાં ડનલોપનાં,યાદ આવે તે છતાંયે ગામ, ફળિયું, ખાટલો.
થોડાં અંદાજી સ્વપ્નોની રકઝક વચ્ચે મટકું માંડે ભરી સવારે,બારી વચ્ચે બપોર આવી બેસે ત્યારે સૂએ પાતળું બાબુ ફેન્સી.
આંખો મળી એ પહેલાં ને છૂટા પડ્યા પછી,ભરપૂર પ્રેમ છે : છતાં વચ્ચે પ્રણય નથી.
ભીંતો વગરનું સાવ ખુલ્લું ઘર છે મારું આ;મારા તમારા વચ્ચે મેં દીવાલ ના ચણી.
ચીસો ઊઠતી મહેફિલ વચ્ચેદર્દે દાંત કચડતાં મડદાં
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.