રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસમી સાંજે ઝૂકી આંખે બગીચે બાકડે બેસી અને એકાંત પી જાવું... તને મોડેથી સમજાશે
સમયસર ચાલવા જાવુ. ઉદાસી ઢાંકવા જાવું અને ટોળે ભળી જાવું... તને મોડેથી સમજાશે
અજાણી આ સફર વચ્ચે અરીસાના નગર વચ્ચે ન ગમતી સૌ નજર વચ્ચે અને આઠે પ્રહર વચ્ચે
મળીને જાતને સામે જરા અમથુ હસી લઈને ખુદીને છેતરી જાવું... તને મોડેથી સમજાશે
ઘણાં વરસો પછી એવું બને ગમતી ગલીમાંથી સહજ રીતે નીકળવાનું બને ધબકાર જૂના લઈ
પછી મનગમતો ત્યાંથી સાદ આવે યાદનો વરસાદ આવે પણ, ફરી જાવું... તને મોડેથી સમજાશે
લઈ તિરાડ ચહેરા પર ધ્રુજારી હાથમાં લઈને, સમયના ફૂલની ખુશ્બૂ સતત આ શ્વાસમાં લઈને
સફેદી થઈ અરીસે જઈ ધરીને મૌન હોઠો પર નજરથી કરગરી જાવું... તને મોડેથી સમજાશે
sami sanje jhuki ankhe bagiche bakDe besi ane ekant pi jawun tane moDethi samjashe
samaysar chalwa jawu udasi Dhankwa jawun ane tole bhali jawun tane moDethi samjashe
ajani aa saphar wachche arisana nagar wachche na gamti sau najar wachche ane aathe prahar wachche
maline jatne same jara amathu hasi laine khudine chhetri jawun tane moDethi samjashe
ghanan warso pachhi ewun bane gamti galimanthi sahj rite nikalwanun bane dhabkar juna lai
pachhi managamto tyanthi sad aawe yadno warsad aawe pan, phari jawun tane moDethi samjashe
lai tiraD chahera par dhrujari hathman laine, samayna phulni khushbu satat aa shwasman laine
saphedi thai arise jai dharine maun hotho par najarthi karagri jawun tane moDethi samjashe

સ્રોત
- પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.