શોધતાં લાગ વાર લાગી છે...
shodhtaan laag vaar laagii chhe...

શોધતાં લાગ વાર લાગી છે...
shodhtaan laag vaar laagii chhe...
બી. કે. રાઠોડ 'બાબુ'
B. K. Rathod 'Babu'

શોધતાં લાગ વાર લાગી છે...
ઠારતાં આગ વાર લાગી છે...
આમ તો છીછરો હતો માણસ,
કાઢતાં તાગ વાર લાગી છે...
બે સગા ભાઈનો હતો કિસ્સો,
પાડતાં ભાગ વાર લાગી છે...
એક ડૂમો ઊભો હતો વચ્ચે,
છેડતાં રાગ વાર લાગી છે...
કાગળે આંસુની પડી બુંદો,
ભૂંસતા દાગ વાર લાગી છે...
એક-બે ફૂલથી હતી પ્રિતી,
છોડતાં બાગ વાર લાગી છે...



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ