રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકાગળ પર ગઝલો
પાંદડાં જેવો એક પાતળો
પદાર્થ જેની પર લખવાનું કે છાપવાનું કાર્ય કરવામાં આવે છે. આ ઉપરાંત કાગળ વડે વસ્તુઓનું પડીકું વાળી-બાંધી શકાય. કાગળ સાહિત્યમાં બહુધા ‘પત્ર’ કે ‘ટપાલ’ માટે વપરાતો શબ્દ છે. ‘આંધળી માનો કાગળ’ ઇન્દુલાલ ગાંધીની જાણીતી કવિતા છે, જેમાં માતા શહેરમાં વસતા પુત્રને પત્ર લખે છે. માલમિલકતની માલિકીના દસ્તાવેજો માટે ‘કાગળિયા’ શબ્દ ચલણમાં છે. કોર્ટની કાર્યવાહી માટે ‘કોર્ટના કાગળિયા’ શબ્દ વપરાય છે. આમ, ‘કાગળ’ શબ્દના અર્થ વિસ્તાર વિવિધ રીતે થયા છે.