shabdo taaraa hothe aave - Ghazals | RekhtaGujarati

શબ્દો તારા હોઠે આવે

shabdo taaraa hothe aave

જગદીપ નાણાવટી જગદીપ નાણાવટી
શબ્દો તારા હોઠે આવે
જગદીપ નાણાવટી

શબ્દો તારા હોઠે આવે

કંકુવરણા થઈને સ્રાવે

બે કાંટા વચ્ચે ઘડિયાળો

ક્ષણને બેઠી બેઠી ચાવે

માણસ ભારે દર્પણવલ્લો

હું ને, હું સાથે સરખાવે

મૃગજળની માયા છે જબરી

પીતા પીતા પણ તરસાવે

તડ વચ્ચેથી સુસવાટાઓ

શિયાળો આખ્ખો સરકાવે

ટચલી જેવા છેલ્લા શ્વાસો

મૃત્યુનો પર્વત ઉંચકાવે

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ