varsho javane joiae - Ghazals | RekhtaGujarati

વર્ષો જવાને જોઈએ

varsho javane joiae

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
વર્ષો જવાને જોઈએ
અમૃત ઘાયલ

વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો,

આશ્ચર્ય વચ્ચે એમના આંગણ જઈ ચડ્યો!

પૂછો નહીં કે આજ તો ક્યાં નીકળી ગયો,

કાજળને સ્પર્શવા જતા કામણમાં જઈ ચડ્યો!

અંધારમુક્ત થઈ શક્યો રોશની મહીં,

આંખોમાં આંખ નાખી તો પાંપણમાં જઈ ચડ્યો!

મનફાવે તેમ આભમાં ફંગોળતી રહી,

હું ક્યાંય નહિ ને ગેબની ગોફણમાં જઈ ચડ્યો.

કૈં ચાંદની એવી હતી, ભાન ના રહ્યું;

જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઈ ચડ્યો!

ન્હોતી ખબર જવાય નહીં એમ સ્વર્ગમાં;

પ્હેર્યું હતું હું પહેરણમાં ચડ્યો!

'ઘાયલ' ગયો'તો કેમ સુરાલયમાં શું કહું?

ખૂબ હતો હું આજ વિમાસણમાં, જઈ ચડ્યો.

સ્રોત

  • પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
  • વર્ષ : 2024
  • આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ