રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
વેદ અને વેદાંત હશે ત્યાં
ved ane vedant hashe tya
સુરેશ ઝવેરી 'બેફિકર'
Suresh Zaveri 'Befikar'
વેદ અને વેદાંત હશે ત્યાં,
એ જ બધાં દૃષ્ટાંત હશે ત્યાં.
લાવ મળી લઉં ખુદને આજે,
વરસોથી એકાંત હશે ત્યાં.
સૂરજને ગળથૂથી પાવા,
અંધારું નિતાંત હશે ત્યાં.
પ્રેમ શરત સાથે રહેવા દે,
રોજ નવા સિદ્ધાંત હશે ત્યાં.
ફૂલ તને જોતાંની સાથે,
સરવાળે સૌ શાંત હશે ત્યાં.
એક નદી ને દરિયા વચ્ચે,
છેવટનું કલ્પાંત હશે ત્યાં.
સ્રોત
- પુસ્તક : નિતાંત (પૃષ્ઠ ક્રમાંક 28)
- સર્જક : સુરેશ ઝવેરી ‘બેફિકર’
- પ્રકાશક : નાગરદાસ પબ્લિકેશન્સ
- વર્ષ : 2005