રહેવા દો મસ્ત શૂન્યને નિજ વેદના મહીં.મોજીલો જીવ છે, સરસ ગઝલો સુણાવશે.
કૈંક તો સમજાય એવું બોલ ચકલી,મસ્ત રહેવાનાં રહસ્યો ખોલ ચકલી.
કોઈ દિવાનો મસ્ત હો, લાચાર હો,તેને રઝા દરબારમાં યા ના? સનમ!
શતકોટિ ઉજ્જવલ ચંદ્રશે ગોરે હાથથી;ભરી પ્યાલી મસ્ત કલાલીએ રે ધરી ધરી.
હતો એ મસ્ત પ્રવાસી કરી પ્રવાસ સફળ,અનોખી શાનથી ‘ઘાયલ' ગયો સ્વધામ તરફ.
ફકીરીમાં સખિરી મેં, ભરી આજે મજા કેવી?અમીરીને ફકીરીમાં, મળી આજે રજા કેવી? ૧
એ કીટલી, એ મિત્રો ને ચા સાથે બેઠક,મને મોક્ષનો મસ્ત રસ્તો જડ્યો છે.
છો માહરા નોંધે ગુન્હાઓ, નિંદકોનો દફતરીપણ મસ્ત તુજ દરબારમાં, આવ્યા વિના ગમતું નથી
લોકો સુગંધનું ય અરે, નામ શોધતા,નિર્નામ હું તો મસ્ત છું, સાચું કહું સખી!
કંઈ એવું મસ્ત દિલ હતું નિજ વેદના મહીં,વીતી ગઈ છે રાત સવારે ખબર પડી.
બધા ભવબંધ કાપીને, ચટકીમાં મસ્ત કરી દેતો;ઘણો જાચ્યો ગરીબીથી, લગીર પણ પ્રેમ પામ્યો નહીં.
એકતારા જેમ રણઝણતો થયો આ માંહ્યલો;જેવો એના તાન પર થઈ મસ્ત મેં જોડ્યો શબદ!
પામી ગયો ઉપાય હું દુઃખના ઉતારના,મિત્રો મળી ગયા મને મ્હારા વિચારના.
કહે છે કોણ કે સમદૃષ્ટિ, સાગર, તેં નથી રાખી?કયા ઓવારે તારાં મસ્ત આંદોલન નથી પ્હોંચ્યાં?
છું સખ્ત ઝખમી મસ્ત દારૂ પી બન્યો બિમાર છું;પણ ઈશ્કથી બીજો અમોને જીતનાર કોણ છે?
કંઈ મસ્તાન પોથી ફાલ કાજે નિત વિચારી ગઇ. ૧૪વિરહમાં પ્યારિનાં ગાનો સુણી થઈ મસ્ત કહેતો बाल
પછી બસ! મસ્ત દિલ કીધું, ઉઘાડી ચશ્મ મેં જોયું;સિતમગર તોય તું મારો, ખરે ઉસ્તાદ છે પ્યારો!
ચાલી રહ્યું છે ભાગ્યનું ચક્કર કહ્યા વિના,એના જ ફેરમાં છું બરાબર કહ્યા વિના.
કોઈના આગમનની જ્યારથી ઘડીઓ ગણાતી થઈ,ઉઘાડી આંખથી એમ જ બધી રાતો કપાતી થઈ.
વિખરાઈ હશે કોઈની લટો એથી જ તો ખુશ્બૂ છે ચોગમ,આ બાગ-બગીચા મસ્ત પવન ચિઠ્ઠીના ચાકર લાગે છે.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.