nichhawar kahya wina - Ghazals | RekhtaGujarati

નિછાવર કહ્યા વિના

nichhawar kahya wina

મસ્ત 'હબીબ' સરોદી મસ્ત 'હબીબ' સરોદી
નિછાવર કહ્યા વિના
મસ્ત 'હબીબ' સરોદી

ચાલી રહ્યું છે ભાગ્યનું ચક્કર કહ્યા વિના,

એના ફેરમાં છું બરાબર કહ્યા વિના.

દુઃખ કરે છે દૂર, નિરંતર કહ્યા વિના,

ચાલું કેમ, એના કહ્યા પર કહ્યા વિના.

દિલમાં કરે છે ઘર ખરેખર કહ્યા વિના,

પામી રહ્યાં છે એમ આદર કહ્યા વિના.

પૂછે છે વાત આવી આખર કહ્યા વિના,

સમજી શકાય કેમ બરાબર કહ્યા વિના.

શું-શું કર્યું ના પ્રેમની ખાતર કહ્યા વિના,

જીવન કર્યું સહર્ષ નિછાવર કહ્યા વિના.

મારી પ્રશસ્તિ કર હવે દુનિયા તું સૂક્ષ્મ થઈ,

હું છું અમર ને તું તો છે નશ્વર કહ્યા વિના.

સુખ-દુઃખ તો ફરતી છાંવ છે, ચિંતા કર ‘હબીબ',

વર્ષા તો આવી જાય સમય પર કહ્યા વિના.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 185)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4