ek marjivanu dubavu - Ghazals | RekhtaGujarati

એક મરજિવાનું ડૂબવું

ek marjivanu dubavu

શૂન્ય પાલનપુરી શૂન્ય પાલનપુરી
એક મરજિવાનું ડૂબવું
શૂન્ય પાલનપુરી

એક મરજિવાનું ડૂબવું બે રંગ લાવશે,

બુદબુદ હસી ઉડાડશે, મોતી વધાવશે!

એવી સ્વમાનશીલ છે ઉદય કેરી વેદના,

આંસુ બની નયનમાં કદી પણ આવશે.

દિનરાત ભગ્ન જામનું કલ્પાંત ના કરો,

દુનિયા કોઈ લાશથી મમતા નિભાવશે.

બાળક સમું હૃદય છે, કદી ટોકશો નહીં;

બેઠું જો વિફરી તો કયામત ઉઠાવશે.

રહેવા દો મસ્ત શૂન્યને નિજ વેદના મહીં.

મોજીલો જીવ છે, સરસ ગઝલો સુણાવશે.

સ્રોત

  • પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 129)
  • સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
  • વર્ષ : 2024
  • આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ