સૌથી વધુ સંબંધિત પરિણામ
ભણેલી વહુ
શીલાની આ ટેવને કારણે લોકો મોંમાં આંગળાં ઘાલી ગયાં. કહે છે કે પીએચ.ડી. થઈ છે તોય પગે લાગવાની ટેવ છોડતી નથી. રામજીભાઈનો હરિયો તો થાંભલાની જેમ ઊભો રહે છે. બે વાર પૂછીએ ત્યારે ઉતોર આલે.
આ વહુ તો પાછી રોજ સવારે મંદિરેય જતી હતી ! આપણે તો વારતહેવારે ભગવાનનાં દર્શન કરવા જઈએ. આ તો ઊઠે એવી ઊપડે છે. જાણે ભગવાનને જગાડવા જતી ન હોય ! ગામનાં કૂતરાંથીય બીતી નથી.
- રઘુવીર ચૌધરી
- નવલિકા
ભાથીની વહુ
ભાથીની વહુ તો એ પાંચ વર્ષનો હતો ત્યારથી જ રજિસ્ટર્ડ થઈ ગઈ હતી. આ પછી ચારેક વર્ષે બાપ ને સાત વર્ષ પછી મા મરી ગઈ, ત્યારે એણેય જીવ છોડતાં દીકરાને નામે ચઢાવેલી પેલી થાપણનું જ સાન્ત્વન લીધું : ‘બે વર્ષ પછી તો વહુ આવશે ને ભાગ્યનાં રૂડાં વાનાં થશે.’
અને અટૂલા થઈ રહેલા બાર વર્ષના ભાથીએય અડધી સમજીને તો અડધી વગર સમજ્યે લોકે બંધાવેલી પેલી આશા, ‘અરે કાલ વહુ આવશે.’ એ ઉપર જ કાલ ઉપર કાલ કાઢવા માંડી.
- પન્નાલાલ પટેલ
- નવલિકા
પી.ટી.સી. થયેલી વહુ
બસ, આ ગાળામાં ધૂળીના મનમાં કોઈએ પલીતો ચાંપેલો; અવે તો પી.ટી.સી. થયેલી વહુ મળે તો જ કાંતિડાને પઈણાવજે. ઘરમાં જોડું ઓય, બંને કમાતાં ઓય, પસે તારે નિરાંત. ગામમાં, સમાજમાં ઉપરથી વટ પડે એ છોગામાં...
શરૂમાં તો જગોભાઈ પણ આ વાતથી પલળી ગયેલા. અને કાંતિ? અજાણ્યું જીવડું કરડતાં ધીમું ધીમું ઝેર ચડે એવું એને પી.ટી.સી. થયેલી વહુ પરણવાનું પૈણ ચડેલું:
- મણિલાલ હ. પટેલ
- નવલિકા
