લાડી વહુ
laDi wahu
રાજેશભાઈ, તમારી વાડીમાં કંઈ ઉભો ગુલાબી છોડ રે,
છોડે મોરે છાંટણાં, ને વચમાં ઊભા મોર રે,
મોરે વધાવ્યા મોતીડે લાડુડે બાંધે પાળ રે,
પાળે ઊભા પાંચ જણામાં, ક્યો લાડોભાઈ હોય રે?
જેના હાથમાં ઘડિયાર વીંટી, તે લાડોભાઈ હોય રે,
રેલમાં બેઠી વીસ જણીમાં, કઈ લાડી વહુ હોય રે?
જેને ખોરે પુતર પોઢ્યા, તે લાડી વહુ હોય રે.
rajeshbhai, tamari waDiman kani ubho gulabi chhoD re,
chhoDe more chhantnan, ne wachman ubha mor re,
more wadhawya motiDe laDuDe bandhe pal re,
pale ubha panch janaman, kyo laDobhai hoy re?
jena hathman ghaDiyar winti, te laDobhai hoy re,
relman bethi wees janiman, kai laDi wahu hoy re?
jene khore putar poDhya, te laDi wahu hoy re

નવરાત્રમાં નાની બાળાઓ ગાય છે એવું આ ગીત શારદાબેન ડોડીયા પાસેથી મળ્યું છે.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 95)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ {મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી (નીચેનાં ગીતો ભૂજનાં શ્રી. ભાનુમતીબેન જોશી પાસેથી મળ્યા છે.)}
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968