khati chhashno thumbro re - Lokgeeto | RekhtaGujarati

ખાટી છાશનો ઠુંબરો રે

khati chhashno thumbro re

ખાટી છાશનો ઠુંબરો રે

ખાટી છાશનો ઠુંબરો રે

નહીં ખઉં ઘેશ મારા વાલા

ક્યાં વહુ આવ્યાં રૂસણે? ક્યા ભઈ મનાવા જાય?

પરબા વહુ ચાલ્યા રૂસણે, ફૈબા મનાવા જાય મારા વાલા!

વળો મારાં ભાભી, વળો મારાં ભાભલડી, બોલાવે મારા વીર!

તમારા વાર્યા નહીં વળું, આવે તમારા વીર મારા વાલા!

કોનજીભાઈ પૂછે વાતલડી રે કેમ આવ્યાં તમારી ભાભી?

અમારા તે વાર્યાં નહીં વળે, જાય છોરુડાનો બાપ મારા વાલા!

હાથમાં લીધો પરોણો, લીધો છે બેવડ રાશ મારા વાલા!

વળો ગોરી પાછલા રે, વળો છોરુડાની માત રે!

અમે તે પાછા નહીં વળીએ, રે તમે દીધી ગાળ મારા વાલા!

રાશે ને રાશે સબોવીને પરોણે પાછી વારી મારા વાલા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964