ore ore chaar orDa - Lokgeeto | RekhtaGujarati

ઓરે ઓરે ચાર ઓરડા

ore ore chaar orDa

ઓરે ઓરે ચાર ઓરડા

ઓરે ઓરે ચાર ઓરડા જી રે!

રમે દેવીયું ચાર જો!

પહેલાં રાંદલમા ઉતાવળા જી રે

કાળકા મા નાનેરું બાળ જો!

અંબા માયે પારણા બંધાવ્યા જી રે!

બહુચરમા હાક હાડ જો!

ઓરે ઓરે ચાર ઓરડા જી રે!

રમે વહુ આરું ચાર જો!

પહેલા સુકુમ વહુ ઉતાવળા જી રે!

ઈન્દુ વહુ નાનેરું બાળ જો!

કુમુદ વહુએ પારણા બંધાવ્યા જી રે!

આવતી વહુ હાકમ હાડ જો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 107)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963