રાંદલનાં ગીત પર લોકગીતો
(ગુજરાતી સમાજમાં પ્રત્યેક
મંગલ પ્રસંગનો પ્રારંભ રાંદલની પૂજાથી કરવામાં આવે છે ‘રાંદલ’ એ સૂર્ય – સવિતાની પત્ની રત્નદેવી – રન્નાદેનું વ્યાવહારિક નામ છે. સવિતા જેમ આખી સૃષ્ટિની ઉત્પત્તિના પિતા ગણાય છે, તેમ તેમનાં પત્ની રત્નદેવી પણ જગન્માતા ગણાય છે. એ રાંદલની વિવિધ પ્રકારે ગીતો દ્વારા આરાધના કરવામાં આવે છે : કારણ કે લગ્નાદિ પ્રસંગો સંતાનવૃદ્ધિ તથા વંશવૃદ્ઘિના માટે મુખ્યત્વે નિર્માણ થયેલા છે : ‘વાંઝિયા મહેણાં’ ટાળનાર રન્નાદેનું જાણીતું લોકગીત અહીં સંભારીએ–