મને એવી રીતે કઝા યાદ આવી,કોઈ એમ સમજે દવા યાદ આવી.
આ શું પ્રગટ્યું છે મારામાં કે યાદ કરું છું ગોકુળને.છે મન ગમતીલી દ્વિધામાં કે યાદ કરું છું ગોકુળને.
ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ,રહી ગ્યો છે અમસ્તો જ મને મારો ખુદા યાદ.
હતો જીવંત ત્યારે કંઈ ખબર લીધી નથી ‘બેબસ',મરણ થાતાં કરી માતમ નકામી યાદ રે'વા દે.
યાદ ભૂંસાતી રહી કે હું - ખબર પડતી નથીજ્યોત બુઝાતી રહી કે હું - ખબર પડતી નથી
સૂની રાત્રે યાદ તમારી;વનમાં જાણે મ્હેકી અરણી!
તારી એકલતાની સરહદ વિસ્તરેલી – યાદ છે?એક દિ’ એ મારી ગઝલોને અડેલી – યાદ છે?
સોણલાં - સોણલાં રહી ગયા છે,યાદ પણ ધૂંધળી થઈ ગઈ છે.
હીરાકણી હીરા કાપે છે, સોમલ ઝેરનું મારણ છે;તારી યાદ ગઝલમાં વણું છું, તારી યાદ વીસ૨વાને!
યાદ કરવા જાઉં તો પણ યાદ આવે ના હવે;એક વીંટી કોઈને ગુમનામ દૈ બેઠા છીએ.
એ ફુરસદની પળો વિતાવવા કામ આવશે તમનેઅમારી યાદ દિલના એક ખૂણે સંઘરી રાખો
અંધારું ઓળખું છું સિતારા ગણી ગણી,ને ત્યાં જ યાદ આવી મને તારી ઓઢણી.
વૃક્ષ યાદ આવે છે?જીવ પાંદડામાં છે?
બળતી બપોરે રણમાં બીજું તો શું સાંભરે?આવે છે યાદ એ જે બગીચામાં ઝાડ છે.
બેઈમાની યાદ આવી ગૈ ફરીબેઈમાનો સેંકડો પરદેશમાં
મને ચારેતરફથી આ નગર ઘેરી વળ્યું છે,હવે તું યાદ આવે તોય તેનો અર્થ શું છે?
કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડયે ગયો યાદ તારીહજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ
કોક દિ’ એકાંતમાં ખપ લાગશે,આવ મારી યાદ વળગાડું તને.
જેમને લીધે થયો ‘ઇર્શાદ’ તુંએમને ક્યારેય આવે યાદ તું?
ફૂલનાં રંગ ઊડી ગયા સામટા,પાનખર બાગને યાદ આવી હશે.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.