કારણ કોઈ તો હોય છે, મિત્રો! કાર્ય જગતમાં કરવાને!
અમને ગઝલની ભૂમિ ગમી છે, દર્દ-છબી ચીતરવાને!
હીરાકણી હીરા કાપે છે, સોમલ ઝેરનું મારણ છે;
તારી યાદ ગઝલમાં વણું છું, તારી યાદ વીસ૨વાને!
મારા મન-મંદિરની દેવી! અશ્રુ-કમળ સ્વીકાર કરો;
નયન સરોવરથી લાવ્યો છું, આપનાં ચરણે ધરવાને!
બાહુ-બળની વાત ન કરજે, મનની શક્તિ જોઈએ છે;
પ્રેમને દરિયે હે પડનારા! પ્રેમનો દરિયો તરવાને!
વિરહની રાતે આભના તારા, ગણનારા જરા નૈનમાં જો,
કેટલા તારા ચળકી રહ્યા છે, એ આકાશે ખરવાને!
શ્રાવણ-ભાદરવા કેરી, હે રાહ નીરખનારા વાદળ!
ઋતુ મારા નૈનનની ગમી છે, એ શ્રાવણ-ભાદરવાને!
જઈને કોઈ તો લઈ આવો, પેલી ક્ષિતિજને પાર હશે,
કેટલી ઘડીઓ વીતી ગઈ છે, આભથી ચંદ્ર ઊતરવાને!
karan koi to hoy chhe, mitro! karya jagatman karwane!
amne gajhalni bhumi gami chhe, dard chhabi chitarwane!
hirakni hira kape chhe, somal jheranun maran chhe;
tari yaad gajhalman wanun chhun, tari yaad wis2wane!
mara man mandirni dewi! ashru kamal swikar karo;
nayan sarowarthi lawyo chhun, apnan charne dharwane!
bahu balni wat na karje, manni shakti joie chhe;
premne dariye he paDnara! premno dariyo tarwane!
wirahni rate abhna tara, gannara jara nainman jo,
ketla tara chalki rahya chhe, e akashe kharwane!
shrawan bhadarwa keri, he rah nirakhnara wadal!
ritu mara nainanni gami chhe, e shrawan bhadarwane!
jaine koi to lai aawo, peli kshitijne par hashe,
ketli ghaDio witi gai chhe, abhthi chandr utarwane!

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 115)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- વર્ષ : 2002
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ