રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય એ કે એની રજાનો અનુભવ
હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ
કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડયે ગયો યાદ તારી
હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ
કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતિ તો થઈ'તી
મને જે ક્ષણે થઈ ગયો'તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ
મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી'તી
ફક્ત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ
હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો
તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ
મને થોડી અગવડ પડી રહી'તી એથી ‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાખ્યું
પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ
upekshaman nahi to bijun tathya shun chhe, chhe bas ek eni manano anubhaw
malyano wali bijo anand shun chhe, siway e ke eni rajano anubhaw
hwe jo hun manun to khotun nathi, ke hatun ene mara taraph prem jewun
game tem ho pan mane chhoDi daine, kare chhe e koi gunhano anubhaw
kadachit tane bhulwaman maja ho, e mani ghataDye gayo yaad tari
haji pan mane yaad aawi rahyo chhe, tane bhulwani dashano anubhaw
kadi hun tane melwi pan chukyo chhun, e tyare ja sachi pratiti to thaiti
mane je kshne thai gayoto achanak, tane kyank khoi didhano anubhaw
mein hamdardini dost tariy pase, prathamthi ja kyan kani apeksha kariti
phakt dewa mate dilasao de nahi, tane kyan chhe mari dashano anubhaw
haran tarse maryun aa hamphi rahyun chhe, pratham ene pani piwaDo o loko
tarat e bicharane e to na puchho, ke kewo rahyo jhanjhwano anubhaw
mane thoDi agwaD paDi rahiti ethi ‘phana’ ghar badaltan mein badli to nakhyun
parantu nawa gharna saman sathe mein bandhyo chhe juni jagano anubhaw

સ્રોત
- પુસ્તક : તારાપણાના શહેરમાં (પૃષ્ઠ ક્રમાંક 77)
- સર્જક : જવાહર બક્ષી
- પ્રકાશક : વિશાલ પબ્લિકેશન
- વર્ષ : 1999