mane charetarafthi aa nagar gheri valyu chhe - Ghazals | RekhtaGujarati

મને ચારેતરફથી આ નગર ઘેરી વળ્યું છે

mane charetarafthi aa nagar gheri valyu chhe

દિલીપ વ્યાસ દિલીપ વ્યાસ
મને ચારેતરફથી આ નગર ઘેરી વળ્યું છે
દિલીપ વ્યાસ

મને ચારેતરફથી નગર ઘેરી વળ્યું છે,

હવે તું યાદ આવે તોય તેનો અર્થ શું છે?

સડક પર ઝૂરતા મારા ચરણને કોણ સમજે?

સમજ સાથે અહીંના લોકોને વાંકું પડ્યું છે.

હસે છે આંખ મીંચકારીને સિગ્નલ લાલ-લીલાં,

મળ્યા છે ચાર રસ્તા ત્યારે બહુ સ્હેવું પડ્યું છે.

ભિખારી જેમ આલિશાન લત્તામાં રહું છું,

ફક્ત દેખાવમાં સરનામું મારું ફાંકડું છે.

ધુમાડો જાણે કે સનાતન સત્ય અહીંયાં,

અને સત્ય પણ દોસ્તો? બહુ મળતાવડું છે.

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ : નવે.-ડિસે., ૧૯૯૦ (પૃષ્ઠ ક્રમાંક 148)
  • સંપાદક : પ્રવીણ દરજી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર